અમરેલીમાં ૫ સપ્ટેમ્બરના રોજ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અંડર-૧૪નાં ભાઈઓની જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, પટેલ હેનીલે પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવેલ, કપાસી મુફદલે દ્વિતીય નંબર સાથે સિલ્વર મેડલ મેળવેલ અને પાનેરી કાવ્યએ તૃતીય નંબર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ.
આ વિદ્યાર્થીઓ આગામી સમયમાં જીય્હ્લૈં અંડર-૧૪ ભાઈઓની યોગાસન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. હાલ વિદ્યાર્થીઓને યોગા ટ્રેનર ગોહિલ જયદેવસિંહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાએ પણ આવી જ રીતે અવિરત દબદબો કાયમ રાખે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.