હિમાચલ પ્રદેશમાં મંડીના જેલ રોડ પર આવેલી મસ્જીદને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કમિશનર કોર્ટે મસ્જીદના ગેરકાયદે ભાગને તોડી પાડવાનો આદેશ જારી કર્યો છે. કમિશનર એચ.એચ.રાણાએ પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, મંડીમાં આવેલી જેલ રોડ મસ્જીદનું ગેરકાયદે બાંધકામ તોડવું પડશે. ત્યાં મસ્જીદની જૂની હાલત પુનઃસ્થાપિત કરવી પડશે. કોર્ટે એમ પણ કહ્યું કે મુસ્લીમ પક્ષ આ કેસમાં ૩૦ દિવસની અંદર અપીલ કરી શકશે. જા કે, મુÂસ્લમ પક્ષે કહ્યું કે તેઓ પોતે ગેરકાયદેસર ભાગ તોડી રહ્યા છે જેથી વિસ્તારમાં પરસ્પર ભાઈચારો જળવાઈ રહે. તેમના પર કોઈનું દબાણ નથી.
શિમલાના સંજૌલીમાં મસ્જીદ વિવાદ બાદ મંડીના જેલ રોડમાં એક મસ્જીદના ગેરકાયદે બાંધકામને લઈને અચાનક તણાવ વધી ગયો. શુક્રવારે હિન્દુ સંગઠનોએ મસ્જીદ મુદ્દે મંડીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. તેમની માંગ ગેરકાયદેસર મસ્જીદ તોડી પાડવાની હતી.
વિરોધ કરી રહેલા લોકોએ છોટી કાશીમાંથી મુસ્લીમ સમુદાયના લોકોને હાંકી કાઢવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે મસ્જીદનું નિર્માણ હિમાચલ સરકારની જમીન પર કરવામાં આવ્યું છે. તેને તોડવી પડશે. આ વિરોધ રેલી સેરી મંચથી શરૂ થઈને આખા માર્કેટમાંથી થઈને સાકોડી ચોક તરફ આગળ વધી હતી. હિન્દુ સંગઠનોના વિરોધને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર દ્વારા વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.પરિÂસ્થતિને ધ્યાનમાં રાખીને, મંડી પ્રશાસને મ્દ્ગજીજીની કલમ ૧૬૩ (અગાઉની ૧૪૪) લાગુ કરી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મંડી શહેરની ચારેય તરફ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. મÂસ્જદ પાસે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મÂસ્જદ કમિટીના સભ્ય ઈકબાલ અલીએ કહ્યું- મસ્જીદના નિર્માણ માટે ઓક્ટોબર ૨૦૨૩માં નકશો પાસ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને અરજી આપવામાં આવી હતી. તેમને એ વાતની જાણ નહોતી કે જાહેર બાંધકામ વિભાગ પાસેથી ર્દ્ગંઝ્ર લેવી પડશે. તેમજ તેને આ અંગે જાણ કરવામાં આવી ન હતી. મોર્ટાર નાખ્યા પછી, પીડબ્લ્યુડી વિભાગે બાંધકામના કામ પર વાંધો ઉઠાવ્યો અને નોટિસો આવવા લાગી. તેમણે જણાવ્યું કે શુક્રવારે સાર્વજનિક બાંધકામ વિભાગ, મહેસૂલ, કાનુનગો, પટવારી, તહસીલદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ બાદ જે ગેરકાયદે હિસ્સો મળી આવ્યો છે તે હવે કોઈના દબાણ વગર તેઓ જાતે જ તોડી રહ્યા છે. આ જેથી પરસ્પર ભાઈચારો, સામાજિક સમરસતા જળવાઈ રહે અને કાયદાનું પાલન થાય.
અગાઉ, હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકોએ શિમલાના સંજૌલી વિસ્તારમાં મસ્જીદ સંકુલમાં ગેરકાયદે બાંધકામનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. પ્રદર્શનકારીઓએ મસ્જીદ તરફ કૂચ કરી હતી. આ દરમિયાન પોલીસે બેરિકેડ લગાવીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેને લોકોએ તોડીને આગળ વધવા લાગ્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો.