અમરેલી જિલ્લાના વડિયા ગામમાં આવેલા અંતિમ ધામ ખાતે એક નવીન અને પર્યાવરણ અનુકૂળ બોઇલર સગડી મુકવામાં આવી છે. આ અદ્યતન સગડી વડિયાના વતની એવા ભૂપતભાઈ, કિરીટભાઈ અને ભીખુભાઈ ગોહેલ દ્વારા વિકસાવવામાં આવી છે, જે ગુજરાતની પ્રથમ બોઇલર સગડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ નવીન સગડીની મુખ્ય વિશેષતાઓમાં ૫૦% લાકડાની બચત, ૫૦% સમયની બચત અને નોંધપાત્ર પ્રદૂષણ ઘટાડો સામેલ છે. ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, આ સગડી મૃતદેહ સંપૂર્ણ રીતે ડિસ્પોઝ કરે છે, જે પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.સગડીના ઉદ્ઘાટન પ્રસંગે, સ્થાનિક કેળના ઝાડ અને લાકડા ઉત્પાદક ટીમ દ્વારા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, સરપંચ મનીષ ઢોલરિયા, કાળુભાઈ વડેરિયા સહિત અન્ય દાતાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ મનીષ ઢોલરિયાએ આ પ્રોજેક્ટમાં યોગદાન આપનારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો