ખાંભાના ઈંગોરાળા ગામે એક પત્નીને તેના પતિ સાથે જીભાજોડી થઈ હતી. જેને લઈ તેણે તેના ભાઈઓને બોલાવ્યા હતા. જેમણે આવીને જમાઈને ફટકાર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે લાલજીભાઈ મધુભાઈ જાદવ (ઉ.વ.૩૬)એ વિપુલભાઈ જાદવભાઈ ધુંધળવા, સંજયભાઈ જાદવભાઈ ધુંધળવા તથા કુલદીપભાઈ જાદવભાઈ ધુંધળવા, મહેશભાઈ કોળી, નીતાબેન કોળી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેને તેના પત્ની સાથે જીભાજોડી થઈ હતી. તેની જાણ તેના પત્નીએ તેના ભાઇઓને કરતા આરોપીઓએ તેમના ઘરે આવી ગાળો આપી હતી. લોખંડના પાઇપ વડે માથાના ભાગે ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.