અખિલ ભારતીય મુલ્કી સેવાઓ એથ્લેટીક્સ સ્પર્ધા, ૨૦૨૪-૨૫માં ભાગ લેનાર ગુજરાત સચિવાલય ટીમની પસંદગી સ્પર્ધાનું આયોજન ૧૩-૦૯ના રોજ સવારે સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત, નડિયાદ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં રેવદ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાઠોડ હરિભાઈ ભાણાભાઈ પુરુષ કર્મચારી ઓપન વિભાગમાં ૧૦૦ મીટર દોડ
યા અને ૪૦૦ મીટર દોડ બન્ને સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવીને સમગ્ર ગીર સોમનાથ જિલ્લો, ઉના તાલુકો અને સમગ્ર શિક્ષકગણ અને રેવદ પ્રા.શાળાનું નામ રોશન કરેલ છે. આ સફળતા બદલ શ્રી રેવદ પ્રા. શાળાના આચાર્ય, સ્ટાફ ગણ, સરપંચ, એસ.એમ.સી. અને સમગ્ર રેવદ ગામ ગૌરવની લાગણી સાથે આભાર વ્યક્ત કરે છે અને અઢળક શુભેચ્છા પાઠવે છે.