પાટણમાં રખડતાં ઢોરોની સમસ્યાને પહોંચી વળવામાં પ્રજાની ફરિયાદ તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરતાં છેવટે ધારાસભ્યએ પોતે મેદાનમાં ઉતરવું પડ્યુ છે. પાટણના હાસાપુર રોડ પર રખડતા ઢોરોનો આતંક છે. તેમાં પણ સ્થાનિક સોસાયટીઓમાં આ ત્રાસ અસહ્ય થઈ ગયો હતો. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે ધારાસભ્ય કિરીટ પટેલ પોતે ઢોર પકડવા મંગળવારે મોડી રાત્રે લાકડીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે, નગરપાલિકા નિયમિત રીતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચલાવે નહીં તો હું પણ લોકો સાથે મળીને રખડતા ઢોરને પકડીશ. સ્થાનિક લોકો અને પાલિકાની ટીમે હાશાપુર હાઈવે પરથી રખડતા ઢોરને પાંજરે પૂર્યા હતા.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા ઢોરનો અત્યાચાર અસહ્ય બન્યો છે. હાઇવે પર રખડતા ઢોરના કારણે છાશવારે નાના-મોટા અકસ્માતના બનાવો પણ બને છે. ત્યારે શહેરના મહોલ્લાઓ, પોળ અને સોસાયટીઓમાં તેમજ જાહેર માર્ગો પર રખડતા ઢોરના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. તેમ છતાં પાટણ નગરપાલિકા દ્વારા રસ્તા પર રખડતા ઢોર માટે ડસ્ટબીન ન મુકવાને કારણે શહેરના મુખ્ય માર્ગો, રાજમાર્ગો અને મહોલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળે છે.
ગુજરાતના ગામડાઓથી માંડીને મહાનગરો સુધી લોકો રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાટણ શહેર પણ આનાથી અછૂત નથી. પાટણ શહેરમાં માર્ગો પર રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. શહેરના હાશાપુર હાઇવે પર રખડતા ઢોરના ટોળાથી પરેશાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રાત્રે વિસ્તારના રહીશોને જાણ કરતાં ધારાસભ્યએ તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને જાણ કરી હતી, જે બાદ પાલિકાના ચીફ ઓફિસર તેમની ટીમ સાથે હાશાપુર હાઇવે પર આવ્યા હતા અને સ્થાનિક લોકો અને ધારાસભ્યની મદદથી હાઇવે પર હાજર પશુઓને નજીકની સોસાયટીમાં એકત્ર કર્યા હતા અને બાદમાં આ ઢોરોને પાલિકાના પાંજરામાં બંધ કર્યા હતા.આમ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા જટીલ બની છે. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, “મને રાત્રે ફોન આવ્યો કે હાશાપુર હાઈવે પર રખડતા ઢોરનું ટોળું બેઠું છે અને અહી અંધારપટ છે ત્યારે અહી સોસાયટીઓ પણ આવેલી છે આ અંગે મેં ચીફ ઓફિસરને જાણ કરતાં તેમણે અહીં આવીને ઢોર પકડવાની કામગીરી સતત કરવી જોઈએ તેમ જણાવ્યું હતું પાટણના, તેઓ રખડતા ઢોરોને પકડવા માટે ઓપરેશન હાથ ધરશે