વડોદરા શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ લેવા વેપારીઓને પૈસા સીધા તેમના ખાતામાં આપવામાં જમા કરાવવામાં આવ્યા હતા. વડોદરાનાં પુરગ્રસ્ત ૩૫૫૫ વેપારીઓને રૂ. ૫.૨૫ કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. તેમજ આ રકમ સીધી વેપારીઓનાં ખાતામાં જમા કરવામાં આવી છે.
આ સમગ્ર બાબતે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શહા દ્વારા
જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૦ જેટલા સર્વેયરોને કામગીરી સોંપવામાં આવી છે. તેમજ સર્વેયરો દ્વારા શનિવારથી કામગીરી શરૂ પણ કરી દીધી છે. તેમજ કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે રવિરા અને તહેવારનાં કારણે મોટા ભાગની દુકાનો બંધ હોવા છતાં પણ સર્વેયરો દ્વારા કામગીરી ચાલુ રાખી હતી.
આ બાબતે અધિક નિવાસી કલેક્ટર ડો. બી.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મંગળવાર સાંજ સુધીમાં કુલ ૩૫૫૫ વેપારીઓને રૂ. ૫.૨૫ કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. તેમજ લારીવાળાને ૨૩૭૦ લાભાર્થીઓને રૂ. ૧.૧૯ કરોડ, નાની કેબિનવાળા ૪૦૩ વેપરીઓને રૂ. ૮૦.૬૦ લાખ તેમજ મોટી કેબિનવાલા ૭૫૨ વેપારીઓને રૂ. ૩ કરોડ તેમજ પાકી દુકાનવાળા ૩૦ વેપારીઓને રૂ. ૨૫.૫૦ લાખની સહાય તેમનાં બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ સહાય તેમને સીધી તેમનાં બેંક ખાતામાં જ ચૂકવવામાં આવી છે.તેમજ પ્રાંત અધિકારી વી.કે.સાંબડેએ જણાવ્યું હતું કે, ૨૦૦ જેટલા સર્વેયરો ફીલ્ડમાં કામ કરી રહ્યા છે. તેમજ વેપારીઓને બને તેટલી ઝડપથી સહાય ચૂકવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.