ભેંસાણના હનુમાનપરા વિસ્તારમાં આવેલ જય ખોડીયાર ભેસાણીયા પરિવાર લેઉવા પટેલ સેવા સમાજ ખાતે સંજોગ ન્યુઝના પત્રકાર ગોપાલભાઈ ભેસાણીયાને ભેંસાણ તાલુકાના પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ બનવા બદલ ભેંસાણની સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભેંસાણ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ ભાવેશભાઇ વેકરીયા, વિજયભાઇ માથુકીયા, વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ ભટ્ટી, પ્રવીણભાઈ ગજેરા, સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઇ ભેસાણીયા, રાજુભાઇ ભેસાણીયા તેમજ સામાજિક કાર્યકર મધુભાઇ ભેસાણીયા, ગૌતમભાઈ ખોજીજી, ભવાનભાઈ ભેસાણીયા વગેરે દ્વારા ગણેશજીની પ્રતિમા તેમજ હારતોરા કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કિસાન સંઘ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, આ સન્માન ખેડૂતો માટે અડધી રાતના હોકારાનું સન્માન છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશભાઈ ભેસાણીયા, અજયભાઇ ડાભીએ ભારે જહેમત ઉઠાવી હતી.