પ્લસ સાઇઝની યુવતીઓ કે મહિલાઓને વસ્ત્ર પસંદગી કરવાની વાત આવે એટલે એ કન્ફયૂઝ થતાં હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે, પ્લસ સાઇઝની વ્યક્તિ જો થોડાં ખૂલતા વસ્ત્ર પહેરે તો પાતળી લાગે અને ચરબી છૂપાવી શકે અને જા વધુ પડતાં ખૂલતાં વસ્ત્ર પહેરે તો વધુ ફેટી લાગે અને વળી જા એકદમ ચૂસ્ત વસ્ત્ર પહેરે તો ચરબી હાઇટલાઇટ થઈને આવે એટલે પરફેકટ સાઇઝની સાથે ફિગરને યોગ્ય લાગે એવા વસ્ત્ર ખરીદવા જ યોગ્ય છે.
જો તમારે કન્ફર્ટની સાથે સ્ટાઇલીશ લુક જાઇતો હોય તો સૌથી પહેલાં તમારે તમારો બોડી શેપ કયા પ્રકારનો છે, એ જાણવુ જરૂરી છે.
આપણે વ્યક્તિને ઉપરથી નીચે આંખથી જોતા હોઇએ છીએ એટલે તમારી બાજુનો જે ભાગ તમારે હાઇડ કરવો હોય અથવા એના પર જલ્દી ધ્યાન ન જાય એ માટે સામી વ્યકિતની આંખને ડિસ્ટ્રેકટ કરવી જરૂરી છે. એકવાર બોડી શેપ ખ્યાલ આવી જાય, એ પછી એના પર કેવાં વસ્ત્ર સૂટ થાય એ પણ જાણી લેવું જરૂરી છે. કેમકે, આજે ઘણાં ડિઝાઇનર પ્લસ સાઇઝ પર્સન માટે સરસ ફિટિંગના આકર્ષક ડ્રેસ બનાવે છે. દરેક યુવતી – મહિલાએ પોતાના બોડી શેપને સમજવો જરૂરી છે અને તો જ તેમના બોડી શેપ પર સૌથી વધુ કયો ડ્રેસ સારો લાગી શકશે એ તેમને સમજાશે.
ફેશન ઇન્ડસ્ટ્રીએ પ્લસ સાઇઝ બોડી શેપને ખાસ કરીને પાંચ પ્રકારમાં વિભાજીત કર્યો છે. પેર, એપલ, અવરગ્લાસ, ફિગર એઇટ અને રેકટેન્ગ્યુલર.
પેર બોડી ટાઇપ આવી યુવતીઓની અપર બોડી કરતાં બોટમ વધુ હેવી દેખાતી હોય છે. પાતળી ડોકની સાથે તેના ખભા અને પીઠનો ભાગ સાંકડો હોય છે. બસ્ટ અને કમ મોટેભાગે મીડિયમ સાઇજના હોય છે, પણ થાઇ અને પગ ખાસ્સા ભરાવદાર હોય છે. આવી લેડીઝને ટ્રાયેન્ગલ શેપ પણ કહી શકાય. એટલે વસ્ત્ર ખરીદતી વખતે નેક લાઇનને ખાસ મહત્વ આપવું. સ્લિમ શોલ્ડર સાથે આકર્ષક નેકલાઇન હોય તો લોઅર બોડી ભણી જલ્દી કોઇનું ધ્યાન જશે નહીં. હોલ્ડર સ્ટપ્સ નેકલાઇન બેસ્ટ ગણાશે એમાં નેકની આસપાસ વીંટળાયેલા સ્ટ્રેપ કમ્ફર્ટ, સપોર્ટ અને સ્ટાઇલીશ લુક આપશે. સ્ટ્રેપલેસ અને સ્પેગેટી સ્ટ્રેપ ડિઝાઇન પણ પેર રોપ વુમન માટે અપીલિંગ રહેશે. એ ખભાને આકર્શક બનાવશે ને તમારી ઓવરઓલ સાઈઝ બેલેન્સ્ડ દેખાશે.
એપલ બોડી ટાઇપ એપલ શેપ ફિગર બોલ જેવો ગોળ હોય છે. કમર પણ હિપ્સ અને શોલ્ડરની જેમ પહોળી હોય છે, ચહેરો, ડોક, બસ્ટ મોટેભાગે ભરાવદાર હોય છે. પહોળા અને ઢળેલા શોલ્ડર સાથે વેસ્ટલાઇન પણ વધુ હોય છે. એને ઊંધા ત્રિકોણ જેવો આકાર પણ કહી શકાય, જેમાં હિપ્સ અને પગ અપર બોડી કરતાં સાંકડા હોય છે. આવી યુવતી કે મહિલાઓનો ઘેરાવો અને મોટાભાગનું વજન અપર બોડી તેમજ પેટ પર દેખાય છે એટલે તેમણે હિપ્સ અને પગ આકર્ષક દેખાય એવા ડ્રેસ ખરીદવા જોઇએ. લાઇટ ફેબ્રિક એપલ ફિગર પર એલિગન્ટ લાગે છે, જયાં બોડીનો ઘેરાવો હોય ત્યાં કપડાં ચોંટે એવા કે સ્ટિફ અને કડક ન હોવાં જોઈએ ત્યાં ફલો હોવો જોઇએ એટલે કે કપડું બોડીથી છૂટું હોવું સારૂં લાગશે. પેટ પર લૂઝ ફિટિંગ લાગે એવા સિલ્ક અને કોટન ફેબ્રિક પહેરવાં બેટર રહેશે. પેટ કવર થઇ જાય અને ત્યાંથી ડ્રેસ થોડો લૂઝ હોય એનું ખાસ ધ્યાન રાખવું. કમર પર પ્લીટ્‌સ, ખિસ્સાં કે પાટલી હોય એવી સ્ટાઇલના ડ્રેસ ખાસ અવોઇડ કરવા.
અવરગ્લાસ બોડી ટાઇ૫  અવરગ્લાસ બોડી ટાઇપ પ્લસ સાઇઝ યુવતીઓ કે મહિલાઓમાં સામાન્યપણે જાવા મળે છે. આવા ફિગરવાળી યુવતીઓનાં બસ્ટ મીડિયમથી લાર્જ સાઇઝનાં હોય છે અને હિપ્સ પણ સિમેટ્રીકલ હોય છે. બસ્ટ અને હિપ્સ બને બોડી કર્વ સામે કમર મોટે ભાગે દસ ઇંચ નાની હોય છે. આ ફિગર માટે બને એટલા ફિટિંગવાળા ડ્રેસ પહેરવાને કારણે પાતળી કમર પર વધુ ધ્યાન ખેંચાશે. રેપ ડ્રેસિસ, ટાઇ વેસ્ટ અને બેલ્ટેડ સ્ટાઇલનાં કલોથ તમારી વેસ્ટ લાઇનને ફોકસ કરશે.U કે V (યુ કે વી) નેક લાઇનને કારણે તમે લાંબા લાગશો. ઘૂટણ સુધીના કે ઘૂંટણથી થોડા લાંબા ડ્રેસ ઉપરાંત એ – લાઇન સ્કવડ સાથે સ્ટ્રકચર્ડ જેકેટ સોબર લાગશે.
ફિગર એઇટ બોડી ટાઇપ બોડી શેપ પર ફોકસ કરતી વેળા યુવતીઓની હાઇટ પણ જોવાની હોય છે. ફિગર એઇટ બોડી ટાઇપે ડ્રેસની પસંદગી વખતે વધુ સતર્ક રહેવાની જરૂર છે. આવી યુવતીઓએ જાડા અને થર પર થર હોય એવા વસ્ત્ર અવોઇડ કરવાં જોઇએ. ડ્રેપ કરવા પડે એવા અને આડા પટ્ટાવાળા ડ્રેસ બિલકુલ પહેરવા જ નહીં. લૂઝ ફિટ સિલ્વેટ્‌સ પહેરો, નિટ્‌સ મટીરિયલ, હોઝિયરી જેવા ફેબ્રિકનો મોહ બને તો જતો કરો, તેમ છતાં પણ ઘણાંને એ ગમતાં હોય તો પોંચો, એ- લાઇન, ટયુનિક અને રેગલોન સ્લીવ્સ પર પસંદગી ઉતારવી એ ઉપરાંત વર્ટિકલ પેટર્ન અને ઊભી સ્ટ્રાઇપ્સને લીધે તમે પણ પાતળા અને ઊંચા લાગી શકો છો.
રેકટેન્ગ્યુલવર બોડી ટાઇપ આ બોડી શેપમાં મહિલાઓના કુદરતી કર્વ ઓછાં હોય છે અથવા ખાસ હોતાં જ નથી. આખું ફિગર ડોક, બેક, એવરેજ બસ્ટ સાથે ઉપરથી નીચે સુધી બધું મોટેભાગે સીધું જ હોય છે. વેસ્ટ પણ અલગથી તરીને આવે એવી દેખાતી નથી અને હાથ – પગ સામાન્ય રીતે પાતળા હોય છે, ‘એ’ લાઇન ડ્રેસ સૌથી વધુ આકર્ષક લાગે છે. એની ફલેર તમારી બોડીને એક કર્વ આપવાનો આભાસ ઊભો કરે છે. sanjogpurti@gmail.com

 

નદીના પાણીમાં રમવું છે!
“આ લીલા ને કૂણા ઘાસમાં તો હું રોજ રમું છું. હરુ છું, ફરું છું ને આનંદ કરું છું. પણ આ નદીના ખળખળ ખળખળ વહેતા પાણીમાં રમવા મળે તો કેવી મજા પડે!” – સ્વીટુ સસલું નદીના પાણીમાં રમવાના સ્વપ્ન જોવા લાગ્યું. પાણીમાં કૂદી પડવાની તાલાવેલી સાથે એ નદીકિનારે જાય ને પાછું વળે. એક વખત નદીના પાણીમાં રમવું જ એમ નક્કી કરી એ નદી તરફ દોડ્‌યું.
નદીકિનારે જાવું છે;
નદીના પાણીમાં રમવું છું;
ઠંડા પાણીમાં રમવું છે.
“આહાહાહા! કેવો ઠંડો ઠંડો પવન ફૂંકાય છે! કેવું ખળખળ ખળખળ પાણી વહી રહ્યું છે!” – એમ વિચારતાં વિચારતાં સ્વીટુ સસલું પાણીની નજીક પહોંચ્યું. “શશશ… કેટલું ઠંડુઠંડુ પાણી! ઠંડા હીમ જેવા પાણીથી સ્વીટુ થથરી ગયું. પાણીમાં રમવાની એને મજા પડી. એ તો…
આમ દોડે તેમ દોડે!
આમ કૂદે તેમ કૂદે!
આમ જાય તેમ જાય!
આમ રમે તેમ રમે!
સ્વીટુને નદીના ઠંડાઠંડા પાણીમાં રમવાની મજા પડી. હવે તે અહીં રોજ પહોંચી જતું. હવે તો એ લીલા-લીલા ઘાસમાં રમે, કૂણુંકૂણું ઘાસ ખાય ને સરરર કરતું દોડતું નદીકિનારે પહોંચી જાય.
નદીકિનારે જાય, પથ્થર પર બેસે ને પાણીમાં રમ્યા કરે. એક વખત નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો. સ્વીટુ જે પથ્થર પર બેસી રમતું હતું એ પથ્થર પણ થોડોથોડો ડૂબી ગયો હતો. દરરોજની એની ટેવ મુજબ સ્વીટુ લીલા-લીલા ઘાસમાં રમી, કૂણુંકૂણું ઘાસ ખાઈને નદીકિનારે પહોંચ્યું. એણે જોયું કે આજે નદીનું પાણી ઝડપથી વહી રહ્યું છે. જે પથ્થર પર બેસી એ રમતું હતું તે પથ્થર પણ ખાસ્સો ડૂબી ગયો હતો. પાણીમાં જાઉં કે ન જાઉં! જાઉં કે ન જાઉં! એમ વિચારતું વિચારતું સ્વીટુ ધીમેધીમે પાણીની નજીક પહોંચ્યું.
પણ સ્વીટુને પાણીમાં રમ્યા વિના જરાય ચાલે નહીં. એને થયું લાવને થોડું રમી લઉં! એમ વિચારતાં ધીમે રહીને એ પથ્થર પર ચડ્‌યું. એ તો પાણી સાથે રમવા લાગ્યું. રમવામાં એ એવું મશગૂલ થઈ ગયું કે ધીમેધીમે પાણી વધી રહ્યું છે એ ભૂલાઈ ગયું. એવામાં રમતાં રમતાં અચાનક તેનો પગ પથ્થર પરથી સરક્યો ને નદીના ધસમસતા પાણીમાં એ તણાવા લાગ્યું. ઊંચાનીચા વહેતા પાણીમાં સ્વીટુ સસલું જાય તણાતું, જાય તણાતું!
“બચાવો! બચાવો! કોઈ મને બચાવો!” – સ્વીટુ તણાતાં તણાતાં બૂમો પાડવા
આભાર – નિહારીકા રવિયા લાગ્યું. પણ આજુબાજુ કોઈ હતું નહીં કે એને બચાવી શકે. હવે તો એને લાગ્યું કે એ નદીમાં તણાઈ જ જશે. એટલામાં તણાતા સ્વીટુની બૂમો ત્યાંથી પસાર થતા હાથીએ સાંભળી. હાથી બૂમો સાંભળી તરત નદી તરફ દોડ્‌યો. એણે જોયું તો સ્વીટુ પાણીમાં તણાઈ રહ્યું હતું. હાથી તરત નદીકિનારે પહોંચ્યો અને એની લાંબી સૂંઢ પાણીમાં નાખી. સ્વીટુ તણાતું તણાતું જેવું સૂંઢ નજીક પહોંચ્યું કે તરત એણે હાથીની સૂંઢ પકડી લીધી. હાથીએ કહ્યું, “તું હવે જરાય ડરીશ નહીં. હવે હું છું! તું સૂંઢને મજબૂત રીતે પકડી રાખજે.” સ્વીટુએ બરાબર સૂંઢને પકડી લીધી. ધીમે રહીને એણે સ્વીટુને પાણીમાંથી બહાર કાઢી લીધું. સ્વીટુ ડરી ગયું હતું. તે ધ્રૂજતું હતું. તે ઠંડીથી થથરી રહ્યું હતું.
“મને બચાવવા બદલ તમારો આભાર આભાર, હાથીભાઈ! આજે તમે ન હોત તો હું તણાઈ જાત!” – સ્વીટુએ હાથીનો આભાર માનતાં કહ્યું. હાથીએ હસીને કહ્યું, “અરે સ્વીટુ! કોઈની મદદ કરવી એ તો આપણી ફરજ છે. તું જરાય ચિંતા ન કરીશ. ને હા, આમ નદીના ઊંડા પાણીમાં રમતાં ધ્યાન રાખજે.” એમ કહેતાં હાથી ત્યાંથી ચાલતો થયો. સસલું પણ સડસડાટ દોડતું લીલા-લીલા ઘાસમાં જઈ રમવા લાગ્યું ને ગાવા લાગ્યું
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭
આભાર – નિહારીકા રવિયા