ધારી તાલુકાના ગીસાસણ ગામ ખાતે સરકારના હકારાત્મક અભિગમ સમાન સેવાસેતુ કાર્યક્રમ ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જાશી, તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, ઉપ પ્રમુખ ભરતભાઈ અંટાળા, શિવડ સરપંચ ચંપુભાઈ મકવાણા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સંદીપભાઈ હરખાણી, પ્રદેશ કારોબારી સભ્ય પ્રીતેશભાઈ શીરોયા, પૂર્વ સરપંચ રસિકભાઈ દેવાણી, ગટુભાઈ કોટિયા, રાજુભાઈ કોટિયા, મહિપતભાઈ કોટિયા, પ્રતાપભાઈ કોટિયા, ભરતભાઈ સાવલિયા, રાજેશભાઈ સાવલિયા તેમજ ગામના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો ઉપસ્થત રહ્યા હતા. કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યા તેમજ વિવિધ યોજનાઓનો લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.