સંયુક્ત રાષ્ટ્રી મહાસભામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે યુક્રેનને સમર્થન કરતા દેશો પર નિશાન સાધ્યું હતું. લવરોવે કહ્યું કે યુક્રેનનો શાંતિ પ્રસ્તાવ પરમાણુ શક્તિથી યુદ્ધ જીતી જશે એવું વિચારવું મૂર્ખામીભર્યું છે. તેમણે કહ્યું કે રશિયા પરમાણુ શક્તિ છે. જીતવા માટે તેની સાથે લડવાનું વિચારવું મૂર્ખતા છે.
તેમણે કહ્યું કે યુક્રેનના પશ્ચિમી સમર્થકોનું કહેવું પણ ખોટું છે કે શાંતિ મંત્રણા સિવાય કોઈ વિકલ્પ નથી. ૧૯૪૦ના દાયકામાં સોવિયેત યુનિયનનો નાશ કરવાની પશ્ચિમી સાથીઓની યોજનાઓને ટાંકીને, તેમણે પશ્ચિમ પર યુક્રેનમાં રશિયાની વ્યૂહાત્મક હારનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો.
લવરોવે કહ્યું કે અેંગ્લો-સેક્સન વ્યૂહરચનાકાર તેના મંતવ્યો છુપાવી રહ્યો નથી. તેઓ કિવ શાસનનો ઉપયોગ કરીને રશિયાને હરાવવાની આશા રાખે છે. પરંતુ સાથે જ તેઓ યુરોપને આત્મઘાતી હુમલામાં ધકેલી દેવાની તૈયારી કરી રહ્યા છે. લવરોવે ઈઝરાયેલના હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કહ્યું કે હવે રાજકીય હત્યાઓ સામાન્ય બની ગઈ છે.
રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર હુમલો કર્યો હતો. આ પછી, યુક્રેનના રાષ્ટ્રીપતિ ઝેલેન્સકીએ સંયુક્ત રાષ્ટિ ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ યોજનાની જાહેરાત કરી. જ્યારે મોસ્કોએ તેનો અસ્વીકાર કર્યો હતો. સાથે જ ભારત અને અમેરિકા શાંતિ મંત્રણાને સમર્થન આપી રહ્યા છે.