કુંકાવાવ તાલુકાના લુણીધાર આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ કચેરી કુંકાવાવના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર ડોક્ટર વિવેક ઘેલાણી દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ, એનસીડી નિદાન કેમ્પ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ તેમજ સગર્ભા મહિલાઓને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હેલ્થ સુપરવાઇઝર પ્રફુલભાઈ ગજેરા, જાવેદભાઈ મુલતાણી, નરેશભાઈ ગજેરા, જીગ્નેશભાઈ કાલાવડીયા, વર્ષાબેન ભુવા, અજયભાઈ, લુણીધાર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ કિરીટભાઈ તેમજ રિંકલબેન જાદવ તેમજ આશાબેન દ્વારા આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.