સાવરકુંડલામાં રહેતા એક દંપતીને માર મારીને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે શામજીભાઈ નાનજીભાઈ કાચા (ઉ.વ.૭૭)એ રાજકોટમાં રહેતા જલદીપભાઈ અનીલભાઈ ભટી, રાકેશભાઈ કિશોરભાઈ ભટી, પુનમબેન ગોપાલભાઈ ભટી તથા રાધિકાબેન અનીલભાઈ ભટી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પૌત્રને મેળવવા સર્ચ વોરંટ નીકળ્યું હોવાથી તેઓ કોર્ટમાં આવ્યા હતા. કોર્ટની તારીખ પૂર્ણ કરી કિરણબેન કાચાની ઓફિસમાં ઘૂસીને આરોપીએ તેમને તથા તેના પત્નીને મુંઢમાર માર્યો હતો. તેમજ તેના પુત્ર ગોપાલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.