શ્રી કે.કે. હાઈસ્કૂલ અને શ્રી કે.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલમાં એન.એસ.એસ. યુનિટ અંતર્ગત વીર શહીદ ભગતસિંહની જન્મ જયંતીની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રાર્થના સભામાં ભગતસિંહજીની છબીને સુતરની આંટી પહેરાવી નમન કરાયું. વર્ષાબેન પટેલ દ્વારા શહીદ ભગતસિંહના જીવન વિશે વિસ્તૃત પરિચય અપાયો. બાળકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા ભાવમય વાતાવરણ સર્જાયું હતું. “ઈન્કલાબ જિંદાબાદ”, “શહીદ અમર રહો”, “વંદે માતરમ”ના નારાથી પ્રાર્થના હોલ ગુંજી ઉઠ્‌યો હતો. માંજરીયા દ્વારા બાળકોને શહીદ ભગતસિંહની વીરગાથા સંભળાવાઈ હતી. કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.