રાજુલા પંથકના સેવાભાવી આગેવાન સાગરભાઈ સરવૈયા વિવિધ સેવાકિય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે ત્યારે તેમની ઓફિસ પાસે કામ કરી રહેલા ગરીબ બાળકોને પિત્ઝા ખાવા માટે લઈ ગયા હતા. ગરીબ બાળકોએ જિંદગીમાં પ્રથમવાર પિત્ઝા ખાતા આનંદ છવાયો હતો.