રાજુલા પોલીસ દ્વારા હિંડોરણાથી બારપટોળીનાં જવાના રસ્તા પર લોકો રોંગ સાઇડમાં જતા હોવાથી અકસ્માતની ઘટના બને છે. આ સમસ્યાને લઇ રાજુલાના નવા નિમાયેલા પી.આઈ વિજય કોલાદરાની સૂચનાથી રાજુલા પોલીસની ટીમ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી અને રોંગ સાઈડમાં આવતા વાહનોને સ્થળ પર દંડ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થળ દંડમાં કુલ ૨૯ પાવતી ફાડવામાં આવી હતી અને સ્થળ પર જ રૂપિયા ૧૦૪૦૦ નો દંડ રાજુલા પોલીસ દ્વારા વસૂલવામાં આવ્યો હતો. આવતા જતા તમામ વાહન ચાલકોને અકસ્માત ન બને તે માટે રોંગ સાઈડમાં ન ચાલે તેવું રાજુલા પોલીસની ટીમ દ્વારા લોકોને સમજાવવામાં પણ આવ્યું હતું. ઉપરોક્ત કામગીરીમાં રાજુલા પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇન્ચાર્જ વૈભવભાઈ સોલંકી તેમજ હેડ કોન્સ્ટેબલ નીરુભાઈ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ તેમજ ટીઆરબી જવાન હાર્દિકસિંહ ઠાકોર સહિતનો સ્ટાફ જોડાયો હતો.