અમદાવાદમાં બાવળા ચાંગોદર માર્ગ ઉપર ગરબે રમવા જતા ખેલૈયાઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નિપજ્યું છે. ચાંગોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ જીલ્લામાં બાવળા-ચાંગોદર માર્ગ પર મોરૈયા બ્રિજ પર ગરબે રમવા જતા ખેલૈયાઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. બાઈકનો અકસ્માત થતાં બાઈકચાલકનું મોત થયું છે. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ હજુ શોધી શકાયું નથી. ઉપરાંત, આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતના મોતા બારડોલી રોડ પર ઉમરાખ ગામની હદમાં સ્વીફ્ટ કારનો અકસ્માતના થતા સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. કાર ચાલક રોહને પેહલા કાર દીવાયડર સાથે ધડાકાભેર અથડાયા બાદ કાર પલ્ટી ઉંધી થઈ ગઈ હતી. ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. જેમાં સ્વીફ્ટમાં સવાર પાંચ લોકો પૈકી એકનું મોત થયું છે. યુવકો બારડોલી ખાતે ગરબા રમવા આવતા હતા.