કોડીનારની સોમનાથ સાયન્સ એકેડેમીમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરી રહેલ અને એથ્લેટિક સ્કૂલની વિદ્યાર્થિની દીક્ષિકાબેન માવજીભાઈ વાઢેરએ શનિવારે મહારાષ્ટ્રના નાગપુર ખાતે ૩૫મી વેસ્ટ ઝોન જુનિયર નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ ૨૦૨૪માં ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.