પંચમહાલના કાલોલમાં રસ્તા માટે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. લોકોએ રસ્તાની વચ્ચે બેસીને રામધૂન બોલાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. મેદાપૂર ખાતે નમરાપરા ફળિયાના ગ્રામજનોએ રસ્તાને લઈ લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યાં છે
તબલા અને વાજા પેટી તેમજ મંજીરા સાથે ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી રામધૂન બોલાવી રસ્તા મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉના ધારાસભ્ય સુમાનબેન ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું ત્યારબાદ વાંરવાર રજુઆત બાદ પણ આજદિન સુધી રસ્તો બન્યો નથી.
ગ્રામજનોને ખરાબ રસ્તાને લઈ અવાર નવાર મુશ્કેલીનો સામાનો કરવો પડે છે. ચોમાસા વરસાદના કારણે પણ રસ્તામાં પાણી ભરાઈ જાય છે જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ તમામ મુશ્કેલીઓના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.