બગસરામાં આજે વહેલી સવારથી જ પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચોરી કરતા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે કુંકાવાવ નાકા, જીનપરા, ઘાંચીવાડ, શિવાજી ચોક તેમજ સ્ટેશન રોડ ઉપર વીજ કંપની સાથે છેતરપિંડી કરી ડાયરેક્ટ કનેક્શન લઇ વીજચોરી કરતા આરોપીને પકડી પાડી દંડ ફટકારવામાં આવ્યો છે. ચેકિંગ ટીમના ધાડે ધાડા ઉતરી પડ્યા હતા. વીજ તંંત્રની સાથે પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો. વીજ કંપનીની સાત ટીમોએ ૨૦ લાખ રૂપિયા જેવી ચોરી કરતા લોકો ઉપર તવાઈ બોલાવી હતી. શહેરમાં વીજ ચોરીના અનેક બનાવો બને છે અને વીજ કંપનીને દર મહિને ૨૦ લાખ જેટલી રકમની નુકસાની આવતી હોય ત્યારે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.