(એ.આર.એલ),શિમલા,તા.૧૨
હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા સરકારે મોટી ભેટ આપી છે. સીએમ સુખુએ શિમલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૩ થી ચૂકવવાપાત્ર કર્મચારીઓને ૪ ટકા ડીએનો હપ્તો આપવાની જાહેરાત કરી છે. આ સાથે તમામ પેન્ડીંગ મેડિકલ બિલો પણ રીલીઝ કરવાનું કહેવામાં આવ્યું છે. સીએમએ એનપીએસ કર્મચારીઓ અને ઓપીએસના કાર્યક્ષેત્રની બહારના અધિકારીઓને ચૂકવવાપાત્ર ડીએની ચૂકવણીની પણ જાહેરાત કરી છે, જેનો એનપીએસ હેઠળના ૧૩૦૦ કર્મચારીઓને લાભ થશે. આનાથી સરકારી તિજારી પર અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે.મુખ્યપ્રધાને ઓક્ટોબર મહિનાનો પગાર અને પેન્શન ૨૮મીએ ચાર દિવસ અગાઉથી ચૂકવવાની જાહેરાત કરી છે, જે ૧લી નવેમ્બર અને ૯મી નવેમ્બરે ચૂકવવાની હતી. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે તિજારીનો ઓવરડ્રાફ્ટ કરવામાં આવ્યો નથી. મીડિયામાં ખોટા સમાચાર ફેલાયા છે. નાણાકીય શિસ્ત માટે સરકારે ગયા મહિને કેટલાક આર્થિક ફેરફારો કર્યા હતા. હિમાચલ પ્રદેશમાં કોઈપણ પ્રકારનું આર્થિક સંકટ નથી, બલ્કે નાણાકીય સ્થતિ પહેલા કરતા સારી થઈ રહી છે. વિપક્ષ બિનજરૂરી રીતે કોંગ્રેસ સરકારની છબી ખરડવામાં વ્યસ્ત છે, જ્યારે ભાજપે ચૂંટણી પહેલા સરકારી તિજારી પર હુમલો કરીને મોટી જાહેરાતો કરીને સરકારી તિજારી પર આશરે રૂ. ૫,૦૦૦ કરોડનો બોજ નાંખ્યો છે.ઉના જિલ્લામાં સરકારી એજન્સીઓએ ડાંગરની ખરીદી શરૂ કરી છે. હિમાચલ પ્રદેશ સરકાર ૩૧મી ડિસેમ્બર સુધી ડાંગરની ખરીદી કરશે. રાજ્ય સરકારે પાકની કિંમત ૨,૩૨૦ રૂપિયા પ્રતિ Âક્વન્ટલ નક્કી કરી છે. આ ખરીદી જિલ્લાના ત્રણેય બજારો – રામપુર, ટાકરલા અને તાહલીવાલમાં થશે. અહીં જારી કરાયેલા નિવેદન અનુસાર, ખેડૂતના પાકની સફાઈ કર્યા બાદ ખરીદ કેન્દ્ર પર તેની તપાસ કરવામાં આવશે. પાકમાં ભેજનું પ્રમાણ ૧૭ ટકાથી વધુ ન હોવું જાઈએ. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ, ઉનાના સચિવ ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ખેડૂતોએ તેમના પાકનું વેચાણ કરવા માટે ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂતો તેમની અનુકૂળતા મુજબ આ ત્રણમાંથી કોઈપણ માર્કેટમાં ટોકન બુક કરાવી શકે છે અને નિર્ધાિરત દિવસે તેમનો પાક ત્યાં લઈ જઈ શકે છે.