રાજુલા તાલુકાના ડુંગર ગામે પોલીસ સ્ટેશનનું અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ડુંગર પી એસ આઇ આર.એચ. રતન ગઢવી દ્વારા ફુલહાર ગુલદસ્તો અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા એસપીએ ડુંગર તેમજ ડુંગર બીટમાં આવતા ગામડાઓ વિશે પૂછપરછ કરી હતી અને વાર્ષિક ઇન્સ્પેક્શન દ્વારા આગામી સમયમાં દિવાળી, બેસતું વર્ષ તેમજ લાભપાંચમ જેવા મોટા તહેવારો આવી રહ્યા હોય તેને અનુલક્ષી માહિતી લીધી હતી. તેમ જ ડુંગર પોલીસ સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી નેમ વ્યક્ત કરી હતી.