ગુજરાત પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મકાનો ભાડે આપનારા મકાનમાલિકો માટે મહત્વના સમાચાર છે. ભાડૂતોએ હવે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. જેના માટે ૨૭મી ઓક્ટોબર સુધી ભાડુઆત નોંધણી માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. તેના માટે કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ગુજરાત પોલીસે ટીવટ કરીને આ જાણકારી આપી છે.
૧૩ થી ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભાડૂત નોંધણી અંગે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં ભાડુઆતની નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા ઘરે બેઠાં બેઠાં સરળતાથી ઓનલાઈન થઈ શકે છે.
ગુજરાત પોલીસે ટ્‌વીટ કર્યું છે કે ૧૩ થી ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન રાજ્યભરમાં ભાડુઆતની નોંધણી અંગે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. ભાડુઆતની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજીયાત છે. જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન કરી શકાશે.૧૩થી ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ભાડુઆતોની નોંધણી માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ફરજિયાત છે અને ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા સરળતાથી ઓનલાઈન કરી શકાય છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ વિશેષ ઝુંબેશનો હેતુ સહકારી રીતે ભાડૂતોની નોંધણીનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. તરત જ નોંધણી કરો.
આ ઉપરાંત ટ્‌વીટમાં ફરી કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસના આ વિશેષ અભિયાનનો હેતુ ભાડૂઆત નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો અને દરેકને સુરક્ષિત રાખવાનો છે. પોલીસને સહકાર આપો, બને તેટલી વહેલી તકે ભાડુઆતની નોંધણી કરો.