રાજુલા તાલુકાના વાવેરા ખાતે મારુતિ યુવક ગરબી મંડળ આયોજિત ૩૦મા નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ ગરબે રમતી બાળાઓને દશેરાના દિવસે ઇનામ વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૦૦ દીકરીઓને તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ ધાખડા દ્વારા સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ, ઉપસરપંચ કાચુબેન બાંભણિયા, પૂર્વ સરપંચ બીછુભાઈ ધાખડા સહિત યુવાનો તેમજ દરેક સમાજના આગેવાનો સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.