ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. ૩,૭૩૧.૬૦ કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો.
(એ.આર.એલ),મુંબઇ,તા.૧૫
બજાર શરૂઆતના લાભને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું અને આખરે મંગળવારે લાલ નિશાનમાં બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ બેન્ચમાર્ક સેન્સેક્સ ટ્રેડિંગના અંતે ૧૫૨.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧,૮૨૦.૧૨ પર બંધ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૭૦.૬ પોઈન્ટ ઘટીને ૨૫,૦૫૭.૩૫ ના સ્તરે બંધ થયો હતો. ઓટો, મેટલ અને ફાર્મા કંપનીઓના દબાણમાં નિફ્ટી ૨૫,૧૦૦ની નીચે બંધ રહ્યો હતો. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન, નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ, બીપીસીએલ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ભારત ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે, જ્યારે બજાજ ઓટો, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો અને એચડીએફસી લાઇફનો સમાવેશ થાય છે.મુખ્ય શેરોમાં ઘટાડો અને નબળા વૈશ્વક સંકેતોને કારણે ૧૫ ઓક્ટોબરે ભારતીય શેરબજાર ઘટ્યું હતું. ફુગાવા અંગેની ચિંતા અને બીજા ક્વાર્ટરની નિરાશાજનક કમાણીએ ઘટાડા પાછળ ભૂમિકા ભજવી હતી, જાકે ક્રૂડ ઓઈલના ઘટતા ભાવોએ થોડી રાહત આપી હતી. મેટલ ઇન્ડેક્સ ૧.૫ ટકા, આૅટો લગભગ ૧ ટકા, ફાર્મા ૦.૫ ટકા, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ ૨ ટકા અને મીડિયા ઇન્ડેક્સ ૦.૭ ટકા વધ્યા હતા.ભારતીય શેરબજારમાં સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. ૩,૭૩૧.૬૦ કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. આ વેચાણનો સતત ૧૧મો દિવસ છે, જે ભારતીય ઇક્વટી પ્રત્યે આંતરરાષ્ટય રોકાણકારોમાં સતત મંદીનું વલણ દર્શાવે છે. ફાઇનાન્શયલ એક્સપ્રેસના સમાચાર અનુસાર, છેલ્લા ૧૧ દિવસમાં એફપીઆઇએ ભારતીય બજારમાંથી કુલ રૂ. ૭૩,૧૨૩ કરોડ પાછા ખેંચ્યા છે, જેમાંથી રૂ. ૬૨,૧૨૪ કરોડ એકલા ઓક્ટોબરમાં પાછા ખેંચી લેવાયા છે. સૌથી મોટી વેચવાલી ૩ ઓક્ટોબરે થઈ હતી, જ્યારે એફપીઆઇએ રૂ. ૧૫,૫૦૬ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. એફપીઆઇએ ૨૬ સપ્ટેમ્બરે રૂ. ૬૩૦ કરોડના શેરની ખરીદી કરીને ચોખ્ખી ખરીદી કરી હતી.