(એ.આર.એલ),મુંબઇ,તા.૧૬
મહારાષ્ટના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદથી બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષાને વધારવામાં આવી છે. બાબા સિદ્દીકી, જેમને સલમાનના નજીકના મિત્ર માનવામાં આવતા હતા. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે.
આ એજ ગેંગ છે જેણે સલમાનને પહેલા પણ ઘણી વખત ધમકી આપી છે. જેમાં તેમના ઘરની બહાર ગોળીબાર અને ધમકી ભરેલો પત્ર મોકલવાની ઘટનાઓ પણ શામેલ છે. હવે બોલિવુડની ડ્રામા ક્વીને સલમાન ખાનની જગ્યા પર લોરેન્સ બિશ્નોઈની માફી માંગી છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવુડ એક્ટ્રેસ રાખી સાવંતે બિશ્નોઈ સમાજ પાસે સલમાન ખાન તરફથી માફી માંગી છે. રાખીએ એક વીડિયોમાં હાથ જાડીને બિશ્નોઈ સુદાયને અપીલ કરી
છે કે તે સલમાનના વિરૂદ્ધ કંઈ પણ ન કરે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રાખી કહે છે કે, “હું બિશ્નોઈ સમાજની માફી માંગુ છું. પ્લીઝ મારા સલમાન ભાઈને માફ કરી દો. તે ગરીબોના દાતા છે.”સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાખી ભાવુક થઈને હાથ જાડીને ઉઠક બેઠક કરી રહી છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સલમાન ખાન માટે રાખી પોતાનો પ્રેમ અને ચિંતા બન્ને વ્યક્ત કરી રહી છે.આ પહેલા પણ જ્યારે સલમાન ખાનના ઘરની બહાર ગોળી ચાલી હતી ત્યારે રાખીએ બિશ્નોઈ સમાજની માફી માંગી હતી અને તેનો વીડિયો વાયરલ થયો હતો.