સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ,યુએનડીપી, ઓક્સફોર્ડ પોવર્ટી અને હ્યુમન ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ, આ ત્રણ સંસ્થા બહુઆયામી ગરીબી સૂચકાંક રિપોર્ટ રજૂ કરે છે. રિપોર્ટમાં ૧૧૨ દેશોમાંથી ૬.૩ અબજ લોકો સંઘર્ષ અને ગરીબી વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ગરીબી સૂચકાંક મુજબ વિશ્વમાં ૧ અબજથી વધુ લોકો અત્યંત ગરીબી હેઠળ જીવી રહ્યા છે. મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ યુદ્ધ દેશોમાં શિક્ષા, પોષણ, વીજળી, પાણી, સ્વચ્છતા, રહેઠાણ જેવા પરિમાણો પરથી અતિ ગરીબીનું સ્તર નક્કી કરવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રના આ નવા રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ૧ અબજથી વધુ લોકો અતિ ગરીબીમાં જીવી રહ્યા છે. તે પૈકી અડધા ગરીબ લોકો માત્ર યુદ્ધગ્રસ્ત દેશોમાં જ છે. રિપોર્ટ મુજબ સૌથી વધુ ગરીબ લોકો ભારતમાં છે, તેની ૧૪૦ કરોડની વસ્તીમાંથી ૨૩.૪ કરોડ લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાન, ઇથોપિયા, નાઇજીરિયા અને કોંગો ડેમોક્રેટિક રિપબ્લીકમાં ભારત કરતા ઓછી ગરીબી છે. આ પાંચ દેશોમાં મળી દુનિયાના ૧.૧ અબજ ગરીબો પૈકી અર્ધો અર્ધ ભાગના એટલે કે આશરે ૫૫.૫ કરોડ લોકો ગરીબની હેઠળ જીવી રહ્યા છે.
છેલ્લા વર્ષોમાં સંઘર્ષો વધુ તીવ્ર બની રહ્યા છે. તેના પરિણામે અસામાન્ય સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે, તેમનાં જીવન અને આજીવિકા ઉપર વ્યાપક પ્રભાવ પડી રહ્યો છે. રિપોર્ટ જણાવે છે કે ૧૮ વર્ષથી ઓછી વયના ૫૮.૪કરોડ બાળકો અત્યંત ગરીબીનો સામનો કરી રહ્યાં છે. જે આંક દુનિયાના કુલ બાળકોના ૨૭.૯ ટકા જેટલો થવા જાય છે. જ્યારે વયસ્કોમાં તે આંક ૧૩.૫ ટકા છે.
આનાથી ભારત પાકિસ્તાન (૯૩ મિલિયન), ઇથોપિયા (૮૬ મિલિયન), નાઇજીરીયા (૭૪ મિલિયન) અને ડેમોક્રેટિક રિપÂબ્લક ઓફ કોંગો (૬૬ મિલિયન) કરતાં આગળ છે. એકસાથે, આ પાંચ દેશો વિશ્વની ગરીબ વસ્તીના લગભગ અડધા (૪૮.૧%)નું પ્રતિનિધિત્વ કરે છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૫૮૪ મિલિયન વ્યક્તિઓ અત્યંત ગરીબીમાં જીવે છે, જેમાં વૈશ્વીક સ્તરે તમામ બાળકોના ૨૭.૯%નો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત, પુખ્ત વયના લોકો ગરીબીમાં જીવતા લોકોના ૧૩.૫% પ્રતિનિધિત્વ કરે છે. સબ-સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયામાં સૌથી વધુ ગરીબ જાવા મળે છે, આ દેશોમાં વિશ્વના ૮૩.૨% જેટલા લોકો ગરીબીમાં જીવી રહ્યા છે.
૨૦૨૪નો વૈશ્વીક ગરીબી અહેવાલ, ખાસ કરીને સંઘર્ષથી પ્રભાવિત પ્રદેશોમાં અને બાળકોમાં ગરીબીને સંબોધવાની તાકીદ પર ભાર મૂકે છે. જેમ જેમ વૈશ્વીક સમુદાય આ પડકારો સાથે ઝઝૂમી રહ્યો છે, એમપીઆઈ બહુવિધ મોરચે ગરીબીને માપવા અને તેનો સામનો કરવા માટે એક નિર્ણાયક સાધન છે.