દામનગરમાં પટેલવાડીની સામે વ્રજ કોમ્પલેક્ષમાંથી એક બોગસ તબીબ ઝડપાયો હતો. લાઠીના તાલુકા આરોગ્ય અધિકારી રતીલાલ રામજીભાઈ મકવાણા (ઉ.વ.૫૨) એ લાઠીના શાખપુરના આસીફભાઈ આરીફભાઈ સૈયદ (ઉ.વ.૨૭) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ પોતાની પાસે કોઇપણ સરકાર માન્ય એલેપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનીક ચલાવી દર્દીઓ
પાસેથી ફી લઇ સારવાર આપતા ઝડપાયો હતો. દામનગર પોલીસ
સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. આર. સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.