હિંમતનગરમાં જાણીતા બિલ્ડરે દવા પીને આત્મહત્યા કરી છે. બિલ્ડરે ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કન્સ્ટ્રકશન સાઇટ ચલાવતા બિલ્ડરે આત્મહત્યા કરી છે. બે મહિના અગાઉ પિતા-પુત્ર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘર્ષણની ઘટના પછી બિલ્ડરની આત્મહત્યાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
હિંમતનગર શહેરના ટાવરચોક વિસ્તારમાં એક ફાઇનાન્સરે પણ અજાણ્યા કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું હતું. હિંમતનગરના આ જાણીતા ફાઇનાન્સરની આત્મહત્યાની જાણ થવાના પગલે સમગ્ર વેપારી આલમ ચોંકી ઉઠ્યું છે. આના લીધે આખા હિંમતનગરમાં ચકચાર મચી ગઈ છે.
હિંમતનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી નાણાકીય પેઢી ધરાવતા ફાઈનાન્સરના બીજા ઘણા કારોબાર હતા. તેમણે ગુરુવારે અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જા કે પછી તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. તેમને અમદાવાદ લઈ જવાયા રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. તેમના મોતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.
ગઇકાલે જ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે બપોરે સ્ટાફ ક્વાર્ટર્સમાં બી-૧ બ્લોકમાં રહેતી બે મહિલાની લાશ મળી હતી. સ્ટાફ ક્વાર્ટર્સના ભોંયતળિયે મહિલાના મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ હાથ ધરતાં પોલીસ મહિલા ક્વાર્ટર્સમાં મૃતક મહિલાના ઘરે પહોંચી હતી. તેની સામે જ રૂમ નં.૪૦૨માં અન્ય એક મહિલાની લાશ પડી હોવાની જાણ થઈ હતી. હિંમતનગર એ-ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. બી-૧ બ્લોકમાં રૂમ નં. ૪૦૨માં રહેતાં ડિમ્પલબેનનો મૃતદેહ તેમના જ ઘરમાં મળ્યો, જ્યારે બી-૧ બ્લોકના રૂમ નં. ૪૦૧માં રહેતાં છાયાબેનનો મૃતદેહ ૪૦૨ રૂમના બહારની તરફ જમીન પરથી મળ્યો હતો.