અમરેલી શહેરની એકમાત્ર ગ્રાન્ટેડ મહિલા કોલેજ અને છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજમાં એસ.વાય.બી.એ. સેમ. ૦૩માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સોલંકી સુહાના ગિરધરભાઈ તા. ૧૬/૧૦ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ ખાતે યોજાયેલ ૧૦ મીટર એર રાઈફલ શૂટીંગ સ્પર્ધામાં ત્રીજો રેન્ક મેળવી વિજેતા બનેલ છે. હવે તે ચંદીગઢ મુકામે યુનિવર્સિટી વતી નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે.