રાજુલા પે સેન્ટર શાળા નંબર ર માં રાજુલા રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ દ્વારા આયોજીત આર્ટ કોમ્પિટિશનમાં શાળાનાં કુલ ૧૦પ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં ર૭ જુદા જુદા મેડલ્સ તેમજ અલગ અલગ ગિફટ આર્ટીકલ્સ સાથે તમામ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. જેનું સેલિબ્રેશન આ શાળામાં થતાં જેમાં એસ.એમ.સી. અધ્યક્ષ મહમદભાઈ ગોરી તેમજ સભ્યો શિક્ષણવિદ ભરતભાઈ ગોસાઈ, ઈસ્માઈલભાઈ, ઈનાયતભાઈ લક્ષ્મીધર, ફીરોજભાઈ કપાસી તેમજ ગ્રામજનોની હાજરીમાં આ મેડલ્સનું વિતરણ કરવામાં આવેલ હતું.