ભારતીય શેરબજારમાં આજે ભારે વધઘટ જોવા મળી છે. બજાર આજે ઘટાડા સાથે ખુલ્યું અને સત્રના અંત સુધીમાં લીલા નિશાન પર આવી ગયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે લગભગ ૨૬૦ પોઈન્ટ ઘટીને ૮૦,૭૪૯ પર ખુલ્યો હતો. તે જ સમયે નિફ્ટી ૮૬ પોઈન્ટ ઘટીને ૨૪,૬૬૪ પર ખુલ્યો હતો. ધીમે ધીમે બજારમાં વેચવાલી વધી અને સેન્સેક્સ ૮૦,૪૦૯ પર આવી ગયો. તે જ સમયે, નિફ્ટી ૨૪,૫૬૭ સુધી ગબડી ગયો હતો. આ પછી બજારમાં રિકવરી આવી અને તે લાભ સાથે બંધ થયું. સેન્સેક્સ ૦.૨૭ ટકા અથવા ૨૧૮ પોઇન્ટ વધીને ૮૧,૨૨૪ પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી ૦.૪૯ ટકા અથવા ૧૨૦ પોઈન્ટ વધીને ૨૪,૮૭૦ પર બંધ થયો.
નિફ્ટી પેક શેર્સમાં શુક્રવારે સૌથી વધુ વધારો એક્સિસ બેન્કમાં ૫.૮૪ ટકા, વિપ્રોમાં ૩.૫૭ ટકા, આઇશર મોટર્સમાં ૨.૯૪ ટકા આઇસીઆઇસીઆઇ બેન્કમાં ૨.૮૮ ટકા અને શ્રીરામ ફાઇનાન્સમાં ૨.૬૦ ટકાનો વધારો જાવા મળ્યો હતો. આ સિવાય ઈન્ફોસિસ ૪.૫૭ ટકા, એશિયન પેઇન્ટ
૨.૩૨ ટકા, બ્રિટાનિયા ૧.૬૪ ટકા, નેસ્લે ઇન્ડિયા ૧.૧૭ ટકા અને એચયુએલ ૦.૮૩ ટકા ઘટ્યા હતા.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી પ્રાઈવેટ બેંકમાં સૌથી વધુ ૧.૯૯ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી પીએસયુ બેન્ક ૧.૨૯ ટકા, નિફ્ટી બેન્ક ૧.૬૬ ટકા, નિફ્ટી ઓટો ૦.૬૧ ટકા, નિફ્ટી ફાઇનાન્સીયલ સર્વિસીસ ૧.૬૦ ટકા, નિફ્ટી મીડિયા ૧.૧૮ ટકા, નિફ્ટી મેટલ ૧.૫૪ ટકા, નિફ્ટી ફાર્મા ૦.૫૧ ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક ૨ ટકા ૯ ટકા વધ્યા હતા. નિફ્ટી રિયલ્ટીમાં ૦.૩૦ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં ૦.૫૦ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૦.૩૫ ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં ૦.૩૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં ૦.૨૦ ટકા, નિફ્ટી આઈટીમાં ૧.૪૨ ટકા અને નિફ્ટી એફએમસીજીમાં ૦.૪૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.