ઉના શહેરના આનંદ વાટીકા ચોક ખાતે શ્રી નવયુવક કોળી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની રાત્રે સમસ્ત કોળી સમાજના રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ રાસ-ગરબામાં ઉના શહેર અને તાલુકાના ગામોમાંથી કોળી સમાજનાં ભાઇઓ તથા બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે તમામ લોકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોળી સમાજના વિવિધ સંગઠનો, હાદ્દેદારો, આગેવાનો, યુવાનો, વડિલો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજમાં વ્યસન મુÂક્ત, ખોટા ખર્ચથી બચવા અને શિક્ષણ પર ભાર મૂકવા આહ્‌વાન કરીને સમાજને એક થઇને રહેવા સંદેશો આપ્યો હતો.