ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઈ હતી. એક જ દિવસમાં ૬૦,૦૦૦થી વધુ ગૂણીની આવક થઈ હતી અને બિંદુ મગફળીની ૧૫૦૦ ગૂણીની આવક થઈ હતી. ખેડૂતોને ૯૦૦ થી ૧૩૦૦ સુધીના ભાવ મળ્યા હતા જયારે બિંદુ મગફળીના ૨૩૦૦ સુધીના ભાવ મળ્યા હતા. સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના ખેડૂતો પોતાના મગફળી લઈને ગોંડલ આવતા હોય છે. હાલ આવક બંધ કરવામાં આવી છે જે રવિવારથી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.