રૈયાગામમાં રહેતી યુવતીના છૂટાછેડા થયાં બાદ પાડોશી શખ્સે હું તને જ પ્રેમ કરુ છું, તારી સાથે જ લગ્ન કરીશ યુવતીને ભોળવી ત્રણ વખત દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દિધા બાદ લગ્ન કરવાની ના પાડી દિધી હતી. બાદમાં યુવતીના અન્ય જગ્યાએ લગ્ન થતાં ૧૫ માં દિવસે પતિને જાણ થઈ કે તેને ચાર માસનો ગર્ભ છે. બનાવ અંગે યુનિ. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રૈયા ગામમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અર્જુન ભીખા ઉર્ફે બાબુ આઘારીયા (રહે. રૈયાગામ) નું નામ આપતાં યુનિ. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી માતાપિતા, ભાઈ-બહેન સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેણીના પિતા મજૂરીકામ કરે છે. એક વર્ષ પહેલા તેના પિતાએ તેમના માટે લોઠડા ગામે રહેતો એક છોકરો શોધેલ અને તેની સાથે ફુલહાર કરી લગ્ન કરાવી દીધેલા અને તેની સાથે સાસરે મોકલેલી હતી. તેણી ત્યાં દશ બાર દિવસ રહેલી, બાદમાં તેને પતિ સાથે વાંધો પડતાં છ મહિના પહેલા છૂટ્ટા છેડા થઇ ગયેલા હતા. બાદમાં તેણી ન્યારા ગામ રહેતાં ભાઈ સાથે રહેતી હતી. ત્યારબાદ તેણી પરત પિતાના ઘરે રૈયાગામ આવતી રહેલી અને ત્યારે તેના ભાઇએ ફોન આપેલો જેમાં ફેસબુક મેસેન્જર એપ ડાઉનલોડ કરેલી અને તેમાંથી તેણી મિત્ર બનાવી તેમની સાથે વાતચીત કરતી હતી. દરમિયાન તેમના ઘર પાછળ રહેતાં અર્જુન સાથે મનમેળ થઇ જતાં એકાબીજા રૂબરૂ મળેલા અને તેને મોબાઇલ નંબર આપેલા અને બાદમાં તેણી પોતાના ભાઈના ઘરે જતી રહેલ હતી.છ મહિના પહેલા તેણી ફરીવાર પિતાના ઘરે આવતી રહેલી અને અર્જુન સાથે વાતચીત કરતી હતી. તેઓ ઘરની આજુબાજુમાં ભેગા થતાં હતાં. ચારેક મહિના પહેલા ભીમ અગિયારસના દિવસે તા.૧૮/૦૬/૨૦૨૪ ના બપોરના બે વાગ્યાની આસપાસ આરોપીએ તેને કહેલ કે, ઘરમાં કોઇ નથી, તું ઘરે આવ,જેથી તેણી તેના ઘરે ગયેલી અને ત્યારે તેણે તેના ઘરનો દરવાજા બંધ કરી દીધેલો હતો.બાદમાં તેણે કહેલ કે, હું તને પ્રેમ કરુ છુ અને તારી સાથે લગ્ન કરીશ અને તારા પિતા નહીં માને તો હું તને ભગાડીને લઈ જઈને લગ્ન કરીશ અને આખી જીંદગી સાથે રાખીશ, તને બીજે કંઇ નહીં જાવા દઉં તેમ કહી તેણીને ભોળવેલી અને બાથ ભરેલી જેથી તેને આવુ કરવાની ના પાડેલી પરંતુ પકડી રૂમમાં આવેલી સેટી પલંગ ઉપર સુવડાવી દીધેલી અને તે વખતે તેણીએ પહેરેલ ડ્રેસ કાઢી નાંખી શરીર સંબંધ બાંધેલો હતો. ત્યારબાદ તેણી ઘરે જતી રહેલી હતી.
ત્રણેક દિવસ બાદ રાત્રીના બારેક વાગ્યે તેણી મોબાઇલ જાતી હતી ત્યારે તેમની વંડીએ આરોપી આવી અવાજ મારી બોલાવેલ અને કહેલ કે, મારા ઘરે મા-બાપ સુઇ ગયા હોય જેથી તુ ઘરે આવજે એમ કહેતા તેણી તેના ઘરે ગયેલી અને તેની સાથે સુતેલી અને તેણે શરીર સંબંધ બાંધેલો બાદમાં તે ઘરે જતી રહેલી હતી. ચારેક દિવસ બાદ રાત્રીના તેણીના ઘરે આરોપી આવેલો અને તેના ઘરે રાત્રીના બોલાવેલી અનેફરીવાર તેની સાથે શરીર સંબંધ બાંધેલો હતો.દરમિયાન તેણીના પિતાએ તેના માટે છોકરો શોધવાનું ચાલુ કરેલું જેથી તેણીએ પિતાને કહેલ કે, મારે અર્જુન સાથે લગ્ન કરવાં છે, જેથી પિતાએ તે વાત અર્જુનને કરતાં તેણે તેની સાથે લગ્ન કરવાની ના પાડેલી અને તેના પિતા સાથે ઝઘડો કરેલો હતો. બાદમાં તેનું સગપણ શાપરના યુવક સાથે નક્કી કરેલ અને તરત જ ફૂલહાર કરી શાપર મોકલી આપેલ અને ત્યાં પંદર દિવસ જેટલુ રોકાયેલ બાદ તેણીના પતિને જાણ થયેલ કે, મારા પેટમાં બાળક છે, જેથી તેના પતિએ માવતર મોકલી દિધેલ હતી. બાદમાં તેણી પરીવાર સાથે હોસ્પીટલે તપાસ માટે જતાં તબીબે કહેલ કે, ત્રણ થી સાડા ત્રણ મહિનાનો ગર્ભ છે. જે બાદ ફરીયાદ નોંધાવી હતી.