કોંગ્રેસના જયરામ રમેશે શનિવારે મહાયુતિ પર આક્ષેપો કર્યા છે. જયરામ રમેશે મહારાષ્ટ્રની ‘મહાયુતિ’ સરકાર પર રાજ્યની રાજકીય સંસ્કૃતિ અને લોકતાંત્રિક સંસ્થાઓને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે ચૂંટણી બોન્ડમાંથી મળેલા દાનનો ઉપયોગ અગાઉની મહાવિકાસ અઘાડી સરકારને તોડવા માટે કરવામાં આવ્યો હતો.
પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં દાન સંબંધિત આ કેસને કારણે સરકારી તિજારીને ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં શાસક મહાગઠબંધનમાં શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે.જયરામ રમેશે દાવો કર્યો હતો કે આવા ગેરરીતિથી મેળવેલા ચૂંટણી બોન્ડના દાનથી શિવસેના અને એનસીપીના ધારાસભ્યોનું ખુલ્લું હોર્સ ટ્રેડિંગ શક્ય બન્યું છે. રમેશે કહ્યું, “લાંચ ઉપરાંત, મહાયુતિએ ધારાસભ્યો અને નેતાઓને મહાયુતિમાં જોડાવા દબાણ કરવા માટે ઇડી,સીબીઆઇ,આવકવેરા વિભાગને પણ તૈનાત કર્યા છે. “આનો પુરાવો મહાયુતિના નેતાઓ પોતે આપે છે, જેમ કે હવે સાંસદ રવિન્દ્ર વાયકર, જેમણે ખાસ કહ્યું હતું કે જ્યારે તેઓ સ્ફછમાં હતા, ત્યારે તેમની પાસે બે વિકલ્પ હતા – રાજકીય પક્ષો બદલો અથવા જેલમાં જાઓ.”
તેમણે આરોપ લગાવ્યો કે ‘મહાયુતિ’એ મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિ અને લોકતાંત્રિક સંસ્થાઓને નષ્ટ કરી દીધી છે. કોંગ્રેસ મહાસચિવ કહે છે, “હવે આપણે જાણીએ છીએ કે ભારતીય નાગરિકોને ચૂંટણી બોન્ડ કૌભાંડમાં ૪ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અમે એ પણ જાણીએ છીએ કે આનાથી મહારાષ્ટ્રની તિજારીને ઓછામાં ઓછું રૂ. ૧૦,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. સવાલ એ છે કે મહા વિકાસ આઘાડી સરકારને પછાડવા માટે કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા?