જમીનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધવાના કારણે અને રાસાયણિક દવાઓ તેમજ નિંદામણ નાશકનો વધુ પડતો ઉપયોગ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. હવે જમીનમાં રાસાયણિક ખાતરોના ઉપયોગ વગર ઉત્પાદન આવતું નથી. ધીમે ધીમે જમીન બંજર બનતી જાય છે ત્યારે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવો જરૂરી છે. તે માટે બજારમાં મળતા જમીનનો કાર્બન અને તંદુરસ્તી વધરતા બેક્ટેરીયલ ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ.
કપાસ:
– કપાસમાં આર્થિક ફાયદો ના મળે તેમ હોય તો તે કાઢી શિયાળુ પાકનું વાવેતર કરવું.
– કપાસ તૈયાર થયે ભેજ ઉડી જાય ત્યારે સુકી જગ્યામાં સંગ્રહ કરવો અને વેચતી વખતે પાણી છાંટવું નહિ.
– નબળી ગુણવત્તાવાળો કપાસ અલગ રાખવો.
દિવેલા:
– દિવેલાના પાકમાં માળમાં ડોડવાના પાકતી વખતે કાચા ન ઉતારે તે ખાસ ધ્યાન રાખવું.
– માળના વિકાસની અવસ્થાએ ભેજની ખેંચ ન રહે તે માટે જમીનની પ્રત પ્રમાણે ૧૫ થી ૨૦ દિવસના ગાળે પિયત આપવા.
ઘઉં:
– ઘઉંનું વધુ ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી સમય નવેમ્બરમાં કરવી.
– કોઈપણ પાકનું વાવેતર કરવું હોય તો તેની વાવવાની તારીખ જાણીને જ વાવેતર કરવું.
– ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્થ્રીન ૧૦% ઈસી.ર૦૦ મિ.લિ. દવાને પાંચ લિટર પાણીમાં ઓગાળી આગળની રાત્રે સારી રીતે પટ આપી ખુલ્લામાં સૂકવીને બીજા દિવસે વાવેતર કરવું.
– પિયત ઘઉંમાં નિંદામણના રાસાયણીક નિયંત્રણ માટે પેન્ડીમિથેલીન (સ્ટોમ્પ) દવાને પ્રતિ હેકટરે ૧ કિલો સક્રિય તત્વ ૬૦૦ લિટર પાણીમાં ઓગાળી વાવણી બાદ તુરત જ (ઘઉં ઉગ્યા પહેલા) છંટકાવ કરવો.
– વહેલું કે મોડું વાવેતર કરવાથી ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે.
– શિયાળુ પાકોનું ઠંડીની શરૂઆત પહેલાં વાવેતર કરવાથી ઉગાવો, વૃધ્ધિ અને વિકાસ પર વિપરીત અસર થાય છે.છે. પરીણામે પુરી મહેનત અને ખર્ચ કરવા છતાંય ધાર્યું ઉત્પાદન મળે નહીં.
શેરડી:
– શેરડીમાં આંતરપાક તરીકે ચણા, લસણ અથવા ડુંગળીનું વાવેતર કરવું.
– શેરડીમાં સંકલિત ખાતર વ્યવસ્થા માટે શેરડીનું વધુ ઉત્પાદન અને ખાંડનો સારો ઉતારો મેળવવા માટે ભલામણ કરેલ રસાયણિક ખાતર સાથે હેક્ટર દીઠ ૨૫ ટન કહોવાયેલું છાણીયું ખાતર આપવું જોઈએ. છાણીયા ખાતરની અવેજીમાં હેકટરે ૬૨૫ કિલો દીવેલીનો ખોળ અથવા ૧૨ ટન જુનો પ્રેસમડ આપવાની ભલામણ છે. જે ખેડૂત એક વર્ષ જુનો પ્રેસમડ ૧૨ ટન /હેકટરે આપે, તેમણે ફોસ્ફરસના ભલામણ કરેલ જથ્થાનો અડધો જ જથ્થો આપવો.
રાઈઃ હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ ડી.એ.પી. અને ૩૩ કિલોગ્રામ યૂરિયા અથવા ૭૬ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર જમીનમાં ઓરીને આપવું.
– બિયારણનો દર ૩.૫ કિલોગ્રામ પ્રતિ હેકટર રાખવો. વિવિધ મસાલા પાકો માટે વાવણીનો યોગ્ય સમય –
-જીરૂની વાવેતર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જયારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું ઉષ્ણતાપમાન ૩૦ અંશ થી ૩૨ અંશ સેન્ટીગ્રેડની આસપાસ થાય ત્યારે કરવું જોઈએ.
ષ્ ચોમાસું વરયાળીના પાક માટે ધરૂની ફેરરોપણી ઓગસ્ટ માસના બીજા પડખવાડિયામાં વરસાદી વાતાવરણમાં કરવી હિતાવહ છે.
– રવી ઋતુમાં વરીયાળીનું વાવેતર ૧૫ ઓક્ટોબર બાદ જ્યારે તાપમાનમાં ઘટાડો થાય અને રાત્રીના પાછલા પહોરમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે કરવું જોઈએ.
– મેથી અને ધાણાની વાવણીનો યોગ્ય સમય નવેમ્બરના પ્રથમ અઠવાડિયાનો છે. જયારે સુવા અને અજમાની વાવણી ઓક્ટોબર માસ દરમ્યાન કરવી.
દાડમઃ – દાડમમાં હસ્તબહાર લેવી. પિયત ચોમાસું પૂરું થાય પછી બંધ કરવું.
– નિયમિત પિયત આપવાથી ફળ ફાટતા નથી.
કેળ: સીગાટોકા પાનના ત્રાકિયા ટપકા
– રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૭ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. દવાના પ્રવાહી મિશ્રણ સાથે એક ચમચી સ્ટીકર ઉમેરવું હિતાવહ છે.
– રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓકિસકલોરાઈડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ % ના બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટ્રોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટોસાયક્લીન) ૧ ગ્રામ કોપર ઓકિસકલોરાઈડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
બિયારણ પસંદગી વખતે આટલું ધ્યાન રાખશું.
– કૃષિ હવામાન વિસ્તાર પ્રમાણે જુદાં જુદા પાકોની જાતો બહાર પાડવામાં આવે છે, જે સ્થાનિક કે અગાઉની જાત કરતાં વધારે ઉત્પાદન, સારી ગુણવત્તા અને રોગ-જિવાત સામે પ્રતિકારક હોય છે.
મકાઈ: મકાઈ સ્વીટકોર્ન હાઈબ્રીડ જીએએસસીએચ – ૧૧ (મધુરમ) રવી ઋતુમાં વાવેતર માટે ભલામણ છે.આ ગાભમારાની ઈયળ સામે પ્રતિકારકશક્તિ ધરાવે છે.
તુવેર: લીલી ઇયળનાં નિયંત્રણ માટે નર ફૂંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. આ જીવાતનું
એનપીવી ૪૫૦ એલઇ/હે છાંટવું. લીમડાની લીંબોળીનો અર્કનો ઉપયોગ કરવો. અથવા ડાયક્લોરવોશ અથવા ક્વીનાલફોસ પૈકી કોઇપણ એક દવાનો છંટકાવ કરવો.
થ્રીપ્સ: ઓળખ: આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત બારીક, લાંબા, કાળા રંગના અને આશરે ૧ મી. મી. લંબાઈનાં હોય છે.
નુકસાન:આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત પાન અને ફૂલો ઉપર ખાસ પ્રકારની મુખાંગો વડે બારીક ઘસરકા પાડીને કુમળા પાન તેમજ ફૂલોમાંથી નીકળતો રસ ચૂસે છે. નુકસાન થયેલ પાનની સપાટી સૂકાઈ જવાથી ઝાંખી સફેદ દેખાય છે. પાન કોકડાઈ જાય છે, ફૂલ ખરી પડે છે અને છોડનો વિકાસ રૂંધાય છે.
નિયંત્રણ: શોષક પ્રકારની દવા, જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ફલોનીકામાઈડ ૩ ગ્રામ અથવા થાયામીથોકઝામ ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૪ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મેળવીને જરૂરત મુજબ છંટકાવ કરવો.
તુવેર: વંધ્યત્વનો રોગ
– આગળના વર્ષના છોડ જા શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયેલ હોય તો તેને દૂર કરવા. શરૂઆતમાં રોગીષ્ઠ છોડ દેખાય તો ઉપાડી નાશ કરવો.
-પાન કથીરીથી રોગ ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ફેનાઝાકિવન ૧૦ મિ.લિ. અથવા પ્રોપરગાઈડ ૧૦ મિ.લિ. અથવા ફેનપાયરોક્ષીમેટ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.
ચણા:
-ગુજરાત ચણા-૧, ૨, ૩, ૫, ૬, ૭, દાહોદ પીળા, ચાફામાંથી કોઈ પણ એક જાતનું વાવેતર કરો.
– વાવેતર વખતે હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૦૯ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૨ કિલોગ્રામ યુરિયા અથવા ૨૭ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું અને ૮૦ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું.