ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ નેત્રયજ્ઞ સમિતિ, કીર્તન મંડળ દ્વારા શરદપૂનમના દિને ભકત શ્રી તેજાબાપાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ આર.કે. કોયાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, હિતેશભાઈ કોયાણી, ખોડલધામ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ વોરા, માધવ ગૌશાળા ટ્રસ્ટના ભુપતભાઈ કોયાણી, ક્રિસ્ટલ એકેડેમીના વિમલભાઈ કોયાણી, ધોરાજીના આગેવાનો, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી સુરેશભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવેલ હતું.