દિવાળીના તહેવારો નજીક હોવાથી ડોળાસા ગામમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ના ફેલાય તે માટે વિઠ્ઠલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આઠ ટીમો દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે લોકોને પણ અનુરોધ કર્યો હતો કે, પાણીનો સંગ્રહ કરે નહીં. કારણ કે, મોટેભાગે ડેન્ગ્યુ, મેલેરિયાના મચ્છર પોતાના ઈંડા ચોખ્ખું, ખુલ્લું અને બંધિયાર પાણીમાં મુકતા હોય છે, જેના દ્વારા રોગચાળો ફેલાય છે.