રવિવારે લાઠી તાલુકામાં સાંજે જારદાર વીજળીનાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબકયો હતો. જાણે કે અષાઢી માહોલ હોય તેમ વીજળીનાં જારદાર કડાકા ભડાકા વચ્ચે ભીંગરાડ ગામમાં સોહલીયા પરિવારનાં કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરનાં શિખર પર જારદાર વીજળી પડી હતી. જેના કારણે શિખરને નુકસાન થયું હતું. મંદિરથી ફકત ર૦-રપ ફૂટનાં અંતરે બેઠેલા ર૦થી વધુ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.