પંજાબના ભટીંડા ખાતે તાજેતરમાં કરંટ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી એડવાન્સીઝ ઈન એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ સાયન્સનું આયોજન કરાયું હતું. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગના ડો.બી.વી. ઠુમ્મરને ડો.એચ.બી. સિંઘ એવોર્ડ ૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો હતો. ૨૯થી ૩૧ ઓગષ્ટ સુધી યોજાયેલ આ કોન્ફરન્સમાં હાલમાં બદલાતા વાતાવરણમાં વધારે વરસાદ સામે પાકને ટકાવી રાખવા અને પાણીની અછતની સ્થિતિમાં ખેતીમાં કેવા ફેરફાર કરી વધુ ઉત્પાદન લઈ શકાય? તે અંગે તજજ્ઞો દ્વારા માહિતી-માર્ગદર્શન અપાયું હતું. આ કોન્ફરન્સમાં અમેરિકાની ઓક્યો સ્ટેટ યુનિવર્સિટીના રતનલાલ કોલંબસે યુ.એસ.એ.ની વિશ્વ કાર્બન મેનેજમેન્ટ અને સીક્વેસ્ટેશન બાબતે વિસ્તૃત માહિતી-માર્ગદર્શન આપ્યું હતું. કોન્ફરન્સમાં
કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી દ્વારા પાકનું રોગ નિવારણ વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ તકે ડો.બી.વી. ઠુમ્મરને બાગાયતમાં નવીનતમ ટેકનોલોજી અને ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાને લઈ ઉમદા કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા હતા.