સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મલી હતી કે પાટણના રાધનપુર સમી રોડ પર બનાસ નદીપર બ્રિજના છેડેથી કેટલાક શક્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. જેને આધારે એસએમસીના અધિકારીઓએ અહીં જાળ બિછાવી હતી. જેમાં પોલીસે કાર અટકાવી તપાસ કરતા અંદરથી રૂ.૪,૬૨,૧૦૨ રૂપિયાની કિંમતની ૧,૯૪૨ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ અને કાર મળીને કુલ રૂ. ૯,૭૫,૪૧૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં પાટણના સાંતલપુરમાં રહેતા સરદારખાન ઈસાબખાન મલેક અને સાંતલપુરના રબારી વાસમાં રહેતા મહેશ નાગજીભાઈ બરારીની ધરપકડ કરી હતી.
જ્યારે દારૂની લાઈન ચલાવનાર, દિલીપ પી.ઠાકોર, સુરેન્દ્રનગરના માલવણ ચોકડી પાસે દારૂનો જથ્થો મંગાવનાર અને મહિન્દ્રા બોલેરો કારના માલિક સહિત ત્રણ શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સમી પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે.