કેપ્ટન કૂલ એમએસ ધોની હવે ક્રિકેટના મેદાન સિવાય ચૂંટણીના મેદાનમાં પણ જોવા મળશે, પરંતુ નવાઈ પામશો નહીં, ધોની ચૂંટણી લડી રહ્યો નથી, બલ્કે તે માત્ર મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરતો જોવા મળશે. વાસ્તવમાં ચૂંટણી પંચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.
ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિ કુમારે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાની તસવીરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. કે રવિ કુમારે જણાવ્યું કે, ‘મહેન્દ્ર સિંહ ધોનીએ ચૂંટણી પંચને પોતાની તસવીરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. વધુ વિગતવાર માહિતી માટે અમે તેમના સંપર્કમાં છીએ. મહેન્દ્રસિંહ ધોની મતદારોને મતદાન કરવા પ્રેરિત કરશે.