દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને અમેરિકાના વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ ‘ગ્લોબલ થિંક ટેંક’ને કહ્યું કે, ગત ઘણા વર્ષોથી ખરાબ સમયનો સામનો કરી રહેલી વૈશ્વીક અર્થવ્યવસ્થાને સોફટ લેન્ડીંગની શક્યતા વધી રહી છે. અર્થવ્યવસ્થામાં સોફ્ટ લેન્ડીંગનો અર્થ થછે કે આર્થિક વિકાસ દરમિયાન આવતી એવી એક ચક્રીય મંદી છે જે પૂર્ણ મંદીની સ્થિતિ આવ્યા વગર સમાપ્ત થઈ જતી હોય છે.
જો કે, તેઓએ ચેતવણી પણ આપી કે, અર્થવ્યવસ્થાઓ હજી એટલી તેજીથી આગળ નથી વધી રહી. આમ છતાં દેશના કેન્દ્રીય નાણામંત્રીનું માનવું હતું કે વિવિધ દેશો અને બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓ સાથે મળીને કામ કરવાથી સારા દિવસો આવવાના છે. સીતારમણે વોશિંગ્ટન-ડીસીમાં એક ‘ગ્લોબલ થિંક ટેંક’ને જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકમાં બે દિવસીય મંત્રણા દરમિયાન વૈશ્વીક અર્થવ્યવસ્થાનું ‘સોફ્ટ લેન્ડીંગ’ થવાની સંભાવના દેખાઈ રહી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ, સેન્ટ્રલ બેંકો, તમામ સંસ્થાઓ અને સરકારના પ્રયાસોએ અમુક સમયગાળા માટે ફુગાવો નીચો રાખ્યો છે, તેથી વૈશ્વીક અર્થતંત્રના ‘સોફ્ટ લેન્ડીંગ’ની શક્યતા વધી રહી છે.