અમરેલી પોલીસના જાહેરનામા મુજબ મકાન કે મિલકત ભાડે આપવાની હોય તેની પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમે તમારું મકાન કે મિલકત કોઈ ભાડુઆતને ભાડા પર આપ્યું હોય તો ભાડા કરાર ફરજિયાત કરાવો.
અમરેલીમાં મકાન ભાડે આપીને તેની નોંધ નજીકના પોલીસ મથકમાં નહીં કરાવવાના આરોપસર અમરેલીમાં આવા મકાન માલિકો સામે પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવારોના સમયગાળા દરમિયાન અસામાજિક તત્વો તથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે દેશમાંથી આવી કોઇ મકાન ભાડે રાખીને સ્થાનિક જગ્યા વિગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી શકે છે તેવી શક્યતા તથા ભાડુઆતનો ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે જાણવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે.