જાફરાબાદ તાલુકાનાં નવી જીકાદ્રી ગામે વાડી વિસ્તારમાંથી ઘરે જઈ રહેલા પ વર્ષનાં બાળક આરૂષ લાલજીભાઈ જાળીયા પર સિંહે હુમલો કરી મૃત્યુ નિપજાવ્યું હતું. જેના પરિવારજનોને વનવિભાગ અને સરકાર સાથે સંપર્ક કરી હીરાભાઈ સોલંકી દ્વારા આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં પ લાખ રૂ.નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.