આઈપીએસ વિજયસિંહ ગુર્જર દ્વારા મહિલા પોલીસ કર્મીને સન્માનીત કરાઈ
ધારી તાલુકાનાં મોરઝર ગામની યુવતી હાલ સુરત ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે ત્યારે ગણેશ વિસર્જન અને નવરાત્રીમાં પોલીસ કંટ્રોલરૂમમાં રહી સીસીટીવી દેખરેખ અને ૧૦૦ ડાયલની મહત્વપૂર્ણ ફરજ બજાવી હોવાથી નાયબ પોલીસ કમિશનર ઝોન-૪નાં આઈપીએસ વિજયસિંહ ગુર્જર દ્વારા મહિલા પોલીસ કર્મી સેજલ મનસુખભાઈ ચાવડાને પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.