આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મુલાકાત દરમિયાન સોલાર ગામ એવા દુધાળાની મુલાકાત કરશે. ત્યારબાદ ગાગડીયો નદી પર આવેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી લાઠી શહેરમાં જંગી જાહેરસભા સંબોધશે. આ ઉપરાંત ૪૮૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનનાં આગમનને લઈને તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.