જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ વસે ગુજરાત કવિતાની આ પંક્તિ વર્તમાન સમયમાં કેનેડામાં વસેલા ગુજરાતીઓને લાગુ પડે છે. ગુજરાતીઓએ કેનેડામાં રીતસરનું મિની ગુજરાત ઊભું કરી દીધું છે.કેનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્સમાં પંજાબી અને હિન્દી પછી ગુજરાતી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. ૧૯૮૦ થી આશરે ૮૭,૯૦૦ ગુજરાતી ભાષી ઇમિગ્રન્ટ્સ કેનેડામાં સ્થાયી થયા છે. ૨૦૧૬ થી ૨૦૨૧ સુધીમાં ગુજરાતી ભાષી વસાહતીઓની સંખ્યામાં ૨૬%નો વધારો થયો છે.
કેનેડામાં પંજાબી અને હિન્દી પછી ગુજરાતી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની છે. સ્ટેટિસ્ટીક્સ કેનેડાના ડેટા અનુસાર, ૧૯૮૦ થી આશરે ૮૭,૯૦૦ ગુજરાતી ભાષી લોકો કેનેડામાં સ્થળાંતરિત થયા છે. તેમાંથી ૨૬% ૨૦૧૬ અને ૨૦૨૧ વચ્ચે કેનેડા ગયા. જા કે, કેનેડાના ઈમિગ્રેશન નિયમોમાં ફેરફારને કારણે વિઝા મેળવવાનું મુશ્કેલ બન્યું છે અને ગુજરાતમાંથી કેનેડા જનારા લોકોની સંખ્યામાં ૮૦%નો ઘટાડો થયો છે.
૨૦૧૬ અને ૨૦૨૧ ની વચ્ચે કેનેડામાં સૌથી વધુ ૭૫,૪૭૫ ઇમિગ્રન્ટ્સ પંજાબી બોલનારા હતા. બીજા સ્થાને ૩૫,૧૭૦ હિન્દી ભાષી લોકો હતા. ત્રીજા સ્થાને ૨૨,૯૩૫ લોકો સાથે ગુજરાતી બોલતા લોકો હતા. આ પછી મલયાલમ બોલતા ૧૫,૪૪૦ લોકો અને બંગાળી બોલતા ૧૩,૮૩૫ લોકો હતા. ૨૦૧૧ અને ૨૦૨૧ વચ્ચે ગુજરાતી બોલનારાઓની સંખ્યામાં ૨૬%નો વધારો થયો છે, જે બીજા નંબરનો સૌથી મોટો વધારો છે. પંજાબી બોલનારાઓની સંખ્યામાં ૨૨%નો વધારો થયો છે.
આ સમયગાળા દરમિયાન હિન્દી બોલનારાઓની સંખ્યામાં ૧૧૪%નો વધારો થયો છે. ગુજરાતમાં બોલાતી અન્ય ભાષા કચ્છી બોલતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ૨૦૦૧ અને ૨૦૧૦ ની વચ્ચે, ૪૬૦ કચ્છી ભાષી લોકો કેનેડામાં સ્થળાંતરિત થયા, જ્યારે ૨૦૧૧ અને ૨૦૨૧ વચ્ચે, આ સંખ્યા ઘટીને ૩૭૦ થઈ ગઈ. કેનેડામાં ગુજરાતીઓની સંખ્યામાં ૨૦૧૧થી ઝડપથી વધારો થયો છે. આવું એટલા માટે થયું કારણ કે યુએસ અને અન્ય અંગ્રેજી બોલતા દેશો કરતાં કેનેડામાં સ્થળાંતર કરવું સરળ હતું.
ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ સમીર યાદવનું કહેવું છે કે દાયકાઓ સુધી અમેરિકા લોકોનું ફેવરિટ ડેસ્ટીનેશન હતું, પરંતુ વિઝા પ્રક્રિયા અને વધુ પડતી કિંમતના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે પણ પોતાના નિયમો કડક બનાવ્યા છે. આનાથી કેનેડામાં પરમેનન્ટ રેસીડેન્સી મેળવવાનું અને ત્યાં અભ્યાસ કરવાનું સરળ બન્યું છે.
૧૯૯૧ અને ૨૦૦૦ ની વચ્ચે કેનેડામાં સ્થળાંતર કરનારા ગુજરાતી ભાષી લોકોની સંખ્યા ૧૩,૩૬૫ હતી. આગામી દાયકામાં આ સંખ્યા વધીને ૨૯,૬૨૦ અને ૨૦૧૧ થી ૨૦૨૧ સુધીમાં વધીને ૩૭,૪૦૫ થઈ. જાકે, કેનેડાના ઈમિગ્રેશન નિયમોમાં તાજેતરમાં થયેલા ફેરફારોને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિઝા અરજીઓમાં ૮૦% સુધીનો ઘટાડો અમદાવાદના એક વિઝા કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે આવાસના અભાવ, નોકરીની અછત અને પીઆર માટેના કડક નિયમોને કારણે ગુજરાતમાંથી કેનેડા માટે વિઝા અરજીઓમાં ૮૦% સુધીનો ઘટાડો થયો છે. કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે વિઝાની ઓછી તકોને કારણે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની પૂછપરછમાં મોટો ઘટાડો થયો છે. હવે મોટાભાગની અરજીઓ એવા લોકો તરફથી આવી રહી છે જેમની પાસે પહેલેથી જ કેનેડા છે. અને તેઓ તેમના પરિવારના સભ્યોને આમંત્રિત કરવા માંગે છે.