અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠાવન સમાચારો સામે આવી રહ્યા છે. અમરેલીના ખાંભાના તાતણીયા ગામે રત્ન બનાવવાની ફેક્ટરીમાં કામ કરતાં રત્ન કલાકારોમાં ધરતીકંપના આંચકાથી દોડધામ મચી હોવાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં રત્ન કલાકારો ધરતીકંપના આંચકાથી ગભરાઈને આમતેમ દોડતા જોવા મળી રહ્યા હતાં. તમને જણાવી દઈએ કે, આ ઘટનાનો સીસીટીવી વીડિયો થયા સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ૩.૭ નો આંચકો અનુભવાયોઃ ગાંધીનગર ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ વિભાગે ૩.૭ તિવ્રતાનો આંચકો અનુભવ્યો હોવાની માહિતી આપી છે. જે અક્ષાંશ ૨૧.૨૪૭ તેમજ રેખાંશ ૭૧.૧૦૫ પર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, સાંજના ૫.૧૬ મિનિટ અમરેલી જિલ્લાની ધરતી ધ્રુજી ઉઠી હતી.
સાવરકુંડલામાં રવિવારે સાંજે ધરતીકંપનો આંચકો અનુભવાયોઃ સાવર કુંડલા ખાતે દિવાળીને લઈને તહેવાર પહેલાના છેલ્લા રવિવારે સાંજે લોકો તહેવારની તૈયારીમાં વ્યસ્ત હતા. ત્યારે સાંજના ૫ઃ૨૦ કલાકે ધરતીકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. દિવાળીના તહેવારોનો છેલ્લો રવિવાર હોવાથી બજારમાં ખરીદીનો ધમધમાટ હતો. ઉપરાંત ઘરે-ઘરે સાફ-સફાઈનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે જ ભારે ઝનઝાનાટીવાળો આંચકો અનુભવાતા લોકો ડરના માર્યા બહાર દોડી આવ્યા હતા અને એકબીજાને પૂછપરછ કરવા લાગ્યા હતા. ભુકંપના આ આંચકાના અનુભવથી ભયંકર ધરતીકંપની યાદ લોકોને તાજી થઈ ગઈ છે. ચિંતાગ્રસ્ત લોકો પોત-પોતાના સગા સંબંધીઓને ફોન મારફત સમાચાર પૂછવા લાગ્યા છે.
અમરેલી જિલ્લામાં ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલાના મીતી યાળા, ધજડી, સાકરપરા, સહિતના ગામો સુધી ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો. ધારી ગીરના ગામડાઓમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તો બીજી તરફ સાવર કુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી ફફડાટ મચી ગયો હતો.